વજન ઓછું કરવા માંગો છો તો તમારી દિનચર્યામાં આનો સમાવેશ કરો


By Smith Taral05, Mar 2024 03:10 PMgujaratijagran.com

વજન ઘટાડવા માટે લોકો વિવિધ ઉપાયો અપનાવે છે. પરંતુ કસરત અને શારીરિક પરિશ્રમનો વગર આ કરવું અશક્ય છે. જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો શારીરિક મહેનત ખૂબ જ જરૂરી છે. આ માટે તમે ઘરના કામોને તમારી દિનચર્યામાં સામેલ કરી ટૂંક સમયમાં વજન ઘટાડી શકો છો

કપડા ધોવા

જો તમે કપડા ધોવા માટે મશીનને બદલે હાથથી કપડા ધોશો તો તમારી સારી શારીરીક કસરત થશે આમા તમારે ખભા અને હાથની અલગ-અલગ કસરત કરવાની જરૂર નહીં રહે.

પોતુ કરવું

બેસીને અને વળીને ઘરમાં પોતું મારવું એ પણ શ્રેષ્ઠ કસરત છે. જો તમારી પાસે જિમ જવાનો સમય નથી. તો દરરોજ ઘરને સાફ કરવામાં પોતાને વ્યસ્ત રાખો, આનાથી તમારુ કામ પણ થઈ જશે અને કસરત પણ

ઘરની ધૂળ

તમે ઘરમાં ધૂળને સાફ કરવાનું કામ કરીને પણ તમે વર્કઆઉટ કરી શકો છો. આ માટે તમારે જીમમાં જવાની જરુર નહીં પડે

સીડી ચડવું

જો તમે તમારા કપડાને સૂકવવા માટે દિવસમાં બેથી ત્રણ વખત તમારા અગાસી પરથી ઉપર અને નીચે જાઓ છો તેનાથી પગની સાથે સાથે આખા શરીરની સંપૂર્ણ કસરત થાય છે.

ઘર,કિચનની સાફ સફાઈ ઉપરાંત લીંબુની છાલનો ઉપયોગ ક્યાં થાય છે