આ કાર્ડિયો અને હાઈ-ઈન્ટેસિટી ઈન્ટરવલ ટ્રેનિંગ વર્કઆઉટનું કૉમ્બિનેશન છે. આથી સ્કિપિંગથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે.
નિયમિત 15 મિનિટ સ્કિપિંગ કરવાથી 200થી 300 કેલેરી બર્ન થઈ શકે છે, જે વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે.
જેને કરવાથી મસલ્સમાં બ્લડ ફ્લો વધવા સાથે શરીરમાં ઑક્સિજનનો સપ્લાય સારી રીતે થાય છે. કાર્ડિયો એક્સરસાઇઝમાં વૉકિંગ, રનિંગ, સ્વિમિંગ, સાઈકલિંગ, ડાન્સ વગેરે સામેલ છે.
વેટ લૉસ માટે દરરોજ ઓછામાં ઓછુ 30 થી 45 મિનિટ સુધી કાર્ડિયો એક્સરસાઇઝ કરો.
પુશ-અપ્સ સૌથી બેસ્ટ બૉડીવેટ એક્સરસાઇઝ પૈકીની એક છે. પુશ-અપ્સની અસર શરીરના ઉપરના ભાગના મસલ્સ પર પડે છે.
તમે શરૂઆતમાં તમારી ક્ષમતા મુજબ પુશ-અપ્સ કરી શકો છે. જે બાદ ધીમે-ધીમે પુશ અપ્સની સંખ્યા વધારી શકો છો.
સ્કાવટ્સ એક એવી એક્સરસાઇઝ છે, જે એક સાથે અનેક મસલ્સ અને સાંધીને મજબૂત કરવા ઉપરાંત કેલેરી બર્ન કરવામાં મદદ કરી શકે છે.
સ્કાવટ્સ અનેક પ્રકારના હોય છે, પરંતુ તમામ કોર, હિપ્સ, જાંઘ અને કાફની મસલ્સ પર અસર કરે છે. તમે દરરોજ 20 મિનિટ સુધી સ્કાવ્ટ કરી શકો છે.