Amla Tea: આમળાની ચા કેવી રીતે બનાવશો? વજન ઉતારવા માટે છે ફાયદેમંદ


By Sanket M Parekh22, Dec 2024 04:37 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ

આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માનવામાં આવે છે. આમળા વજન ઉતારવા માટે પણ કારગર સાબિત થઈ શકે છે. હકીકતમાં આમળામાં એવા ગુણ મળી આવે છે, જે વજન ઉતારવાનું કામ કરે છે.

આમળાની ચા

આમળાની ચા ટેસ્ટી લાગે છે. જેને તમે ઘરે જ ખૂબ ઓછી સામગ્રીથી મિનિટોમાં બતાવી શકો છો. આ ચા ટેસ્ટી હોવાની સાથે તમારા શરીરને પણ ફાયદેમંદ રહેશે.

ચા માટેની સામગ્રી

આમળાની ચા બનાવવા માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. આ માટે તમારે 2 કપ પાણી, 1 ચમચી ક્રશ કરેલ આદુ, 2 તુલસીના પાન અને 1 ચમચી આમળાનો પાવડર લેવો પડશે.

આવી રીતે બનાવો ચા

આમળાની ચા બનાવવા માટે એક તપેલીમાં પાણી નાંખીને સામાન્ય ગરમ કરો. જેવી તેમાં વરાળ દેખાવા લાગે, તે સાથે જ તેમાં વાટેલા આદુ, તુલસીના પાન અને આમળાનો પાવડર મિક્સ કરીને ઉકાળો.

આમળાની ચા પીવો

જ્યારે પાણી અડધુ થઈ જાય, એટલે કે ઉકળવાના કારણે પાણી 2 થી એક કપ થઈ જાય ત્યારે તમારી આમળાની ચા બનીને તૈયાર થઈ ગઈ સમજો. હવે આ ચાને ગાળીને પી શકો છો.

વજન ઘટાડે

નિયમિત આમળાની ચા પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે, કારણ કે આવી ચા પીવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે.

ભૂખ ઓછી લાગે

આમળાના પાવડરમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. આમળાની ચાનું સેવન કરવાથી ભૂખ પણ ઓછી લાગે છે.

Black Pepper Drink:રોજ કાળા મરીનો ઉકાળો પીવાથી શું ફાયદા થાય છે? જાણો