વજન વધારવા માટે તમારી આ ખરાબ આદતોને આજથી જ છોડો, થોડા દિવસમાં દેખાશે અસર


By Sanket M Parekh16, Aug 2023 04:26 PMgujaratijagran.com

જંક ફૂડ ના ખાવ

જંક ફૂડમાં પ્રોસેસ્ડ પ્રોટીન અને મિનરલ્સનું વધારે પ્રમાણ હોય છે. જેમ કે વધારે પ્રમાણમાં તેલ, ખાંડ અને કર્બ્સ. જેને છોડીને તમે પૌષ્ટિક આહારનું સેવન કરીને ઘટતા વજનની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

પૂરતુ ભોજન ના કરવું

વજન વધારવા માટે તમારે પુરતા પ્રમાણમાં કેલરીની આવશ્યક્તા હોય છે. ખોરાકની કમી અથવા ભૂખ ના લાગવાના કારણે વધી રહેલા વજનમાં કમી આવી શકે છે.

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડમાં વધારે તેલ અને કેલરી હોય છે, જે તમારા શરીર માટે પૌષ્ટિક નથી હોતી. આથી તમારે ફાસ્ટ ફૂડ છોડીને પૌષ્ટિક આહાર પર ધ્યાન આપવું જોઈએ. જેથી વજન ઝડપથી વધવા લાગશે.

વ્યસન

વધારે પ્રમાણમાં દારૂ અને નિકોટીનનું સેવન પણ તમારા વજન વધારવાના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે. આ બન્ને વ્યસન તમારી ભૂખ ઓછી કરી શકે છે, જેથી પોષણ પર વિપરિત અસર થાય છે.

આળસ ખંખેરો

આળસ અને નિયમિય વ્યાયામની કમી વજન વધારવાના પ્રયત્નો પર પાણી ફેરવી શકે છે. આળસ ખંખેરીને નિયમિત કસરત કરવાથી તમારી માંસપેશીઓમાં વૃદ્ધિ થઈ શકે છે અને તમારો ખોરાક પણ વધી શકે છે.

ફ્રીઝમાં આ વસ્તુઓ રાખવાથી સ્વસ્થ્યને થઈ શકે છે નુક્સાન, તરત જ બદલો તમારી આદત