ફ્રીઝમાં આ વસ્તુઓ રાખવાથી સ્વસ્થ્યને થઈ શકે છે નુક્સાન, તરત જ બદલો તમારી આદત


By Sanket M Parekh16, Aug 2023 04:14 PMgujaratijagran.com

બટાકા

બટાકાને ફ્રીઝમાં નથી રાખવામાં આવતા, કારણ કે ઠંડુ તાપમાન બટાકાના સ્ટાર્ચને તોડી દે છે. જેના કારણે બટાકા હાનિકારક થઈ જાય છે.

સૉસ

સૉસમાં વિનેગર અને પ્રિજર્વેટિવ્સનો ઉપયોગ થાય છે. જો સૉસને ખોલ્યા બાદ ફ્રીઝમાં ના રાખવામાં આવે, તો પણ તે ખરાબ નથી થતો.

કૉફી

કૉફીને ફ્રીઝમાં ના રાખવી જોઈએ, કારણ કે આમ કરવાથી તે જામી શકે છે. જેના કારણે કૉફીનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે અને તેમાંથી વાસ આવવા લાગે છે.

કેળા

જ્યારે કેળાને માર્કેટમાંથી ખરીદવામાં આવે છે, ત્યારે અનેક વખત તે કાચા હોય છે. એવામાં ફ્રીઝના તાપમાનમાં કેળા પાકી નથી શકતા.

બ્રેડ

ફ્રીઝમાં બ્રેડને સ્ટોર કરવાથી બચવું જોઈએ. બ્રેડને સામાન્ય તાપમાનમાં રાખવાથી તે જલ્દી સૂકાતી કે ખરાબ નથી થતી.

મધ

અનેક લોકો મધને ફ્રીઝમાં સ્ટોર કરે છે, પરંતુ આ એક નેચરલ પ્રોડક્ટ છે. જેને તમે નોર્મલ ટેમ્પરેચરમાં રાખશો, તો લાંબા સમય સુધી ચાલશે.

ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનો શોખ પડી શકે છે ભારે, જાણી લો સ્વાસ્થ્યને શું થઈ શકે છે નુક્સાન