ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનો શોખ પડી શકે છે ભારે, સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન


By Sanket M Parekh16, Aug 2023 04:09 PMgujaratijagran.com

મોટાપો

ફ્રેન્ચ ફ્રાઈસનું વધારે પડતું સેવન તમને મોટાપાનો શિકાર બનાવી શકે છે. આથી જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ, તો તમારે ફ્રેન્ચ ફ્રાઈસનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ડાયાબિટીસ

ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાથી બને છે. જે હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વાળું ફૂડ છે. આથી ફ્રેન્ચ ફ્રાઈસનું સેવન વધારે કરવાથી ડાયાબિટીશના દર્દીઓનું સુગર લેવલ વધી જાય છે.

મોતનો ખતરો

ધી અમેરિકન જર્નલ ક્લીનિકલ ન્યૂટ્રિશનના રિસર્ચ અનુસાર, તળેલુ અર્થાત ફ્રાઈડ બટાકાનું સેવન સપ્તાહમાં બે વખતથી વધારે કરવાથી મોતનો ખતરો વધી જાય છે.

બ્લડ પ્રેશરમાં

ફ્રેન્ચ ફ્રાઈસનું વધારે પડતું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખતરનાક હોઈ શકે છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે, આથી બ્લડ પ્રેશરની સમસ્યામાં ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાથી બચો

ડિપ્રેશન અને એંગ્ઝાઈટી

પ્રોસીડિંગ્સ ઓફ ધી નેશનલ એકેડમી ઑફ સાયન્સના રિપોર્ટ મુજબ, ફ્રાઈડ ફડ્સના સેવનથી ડિપ્રેશન અને એંગ્ઝાઈટીની સમસ્યા વધી શકે છે. આથી ઓછામાં ઓછી ફ્રેન્ચ ફ્રાઈસનું સેવન કરવું હિતાવહ છે.

ખાલી પેટના કરો વર્કઆઉટ, જિમ જતા પહેલા આ ખાવ આ ફૂડ આઈટમ્સ, તરત જ મળશે એનર્જી