આજે અમે એવી એક્ટ્રેસની વાત કરવા જઈ રહ્યાં છીએ, જે એક સમયે TV પર રાજ કરતી હતી. આ સાથે જ તેમણે આદર્શ ભૂમિકામાં ઉમદા અભિનય થકી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી.
એક સમયે જેના નામથી સીરિયલો ચાલતી હતી તેવી આ એક્ટ્રેસેસ હાલ TVથી દૂર થઈ ગઈ છે. તો ચાલો જાણીએ આવી એક્ટ્રેસેસ કોણ-કોણ છે, જે TVના પડદેથી ગાયબ છે.
રુબિના દિલેક એક ઉમદા અભિનેત્રી છે. રુબિનાએ 'છોટી બહૂ', 'શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી', 'સાસ બિના સસુરાલ' જેવા સુપરહિટ શૉ કર્યા છે. એક્ટ્રેસ 'બિગબૉસ 14'ની વિનર પણ રહી ચૂકી છે. હાલ તે TV પરથી ગાયબ છે.
દિવ્યાંકા ત્રિપાઠીને 'યે હે મોહબ્બતે'થી આગવી ઓળખ મળી હતી. આ સિવાય એક્ટ્રેસે 'બનુ મેં તેરી દુલ્હન', 'તેરી મેરી લવ સ્ટોરીઝ', 'મિસ્ટર એન્ડ મિસિસ અલાહાબાદ' જેવા શૉ પણ કર્યા છે.
નિયા શર્માએ 'કાલી એક અગ્નિપરીક્ષા' અને 'જમાઈ રાજા' જેવા સુપરહિટ શૉ થકી સારી એવી લોકચાહના મેળવી હતી. 'નાગિન-4'માં પણ તેનો અભિનય વખણાયો હતો.
'પવિત્ર રિશ્તા'થી અંકિતા લોખંડેને આગવી ઓળખ મળી હતી. એક્ટ્રેસે 'એક થી નાયિકા'માં પણ કામ કર્યું હતુ. લગ્ન બાદ 'સ્માર્ટ જોડી' શૉમાં ભાગ લીધો અને જીતી પણ ખરી. હાલ તે TVથી દૂર છે.
દીપિકા કક્કર છેલ્લા 3 વર્ષથી TVથી દૂર છે. એક્ટ્રેસે 'નીર ભરે તેને નૈના', 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો', 'સસુરાલ સિમર કા' જેવા શૉ થકી લોકપ્રિયતા મેળવી હતી.