આજના સમયમાં આપણને અનેક એવા લોકો મળી જશે, જે 8 કલાક કરતાં પણ ઓછી ઊંઘ લેતા હોય. ગાઢ અને પુરતી ઊંઘ ના લેવાના કારણે સ્વાસ્થ્યને અનેક પ્રકારની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે આપને જણાવીશું કે, સ્વસ્થ જીવન જીવવા માટે 8 કલાકની ગાઢ ઊંઘ કેમ જરૂરી છે?
ઓછી ઊંઘ લેવાથી શરીરમાં હોર્મોનલ ફેરફારો થાય છે, જે ભૂખ વધારે છે. જેના કારણે વધુ ખાવાની ઈચ્છા થાય છે અને આખરે વજન વધવા લાગે છે
ઓછી ઊંઘ આપણી માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરે છે. યાદશક્તિ નબળી પડવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને માનસિક તણાવ જેવી સમસ્યા થવા લાગે છે.
જ્યારે આપણે 8 કલાક કરતાં ઓછી ઊંઘ લઈએ, ત્યારે આપણા શરીર પર પણ તેની અસર વર્તાય છે. માંસપેશિઓમાં થાક, શરીરમાં એનર્જીની કમી અને સુસ્તી જેવી સમસ્યા થવા લાગે છે. તમે કંઈ કામના કરો, તો પણ તમને સતત થાકનો અહેસાસ રહે છે.
ઓછી ઊંઘ લેવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ અર્થાત ઈમ્યુન સિસ્ટમ પણ નબળી પડવા લાગે છે. જેના પરિણામે તમે જલ્દી બીમાર પડો છો અને શરીરની ઈન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.
8 કલાકની ઊંઘ ના લેવાથી શરીરમાં તણાવ હોર્મોનનું સ્તર બદલવા લાગે છે. જેના પરિણામે માનસિક તણાવ અને ચિંતા વધી જાય છે. એવામાં તમારી રોજિંદી દિનચર્યા પર સૌથી ખરાબ અસર થાય છે.
જો તમે 8 કલાકથી ઓછી ઊંઘ લેતા હોવ, તો તેનાથી તમને ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. ગાઢ ઊંઘની ઉણપથી બ્લડ સુગરનું લેવલ ખરાબ થાય છે, જે ડાયાબિટીસનું કારણ બને છે.
ઓછી ઊંઘ હ્રદય સબંધિત બીમારીઓનું જોખમ ઘણું વધારે છે. ઊંઘની ઉણપ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલને અસર કરે છે, જેના પરિણામે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.