શરીરના વિકાસ માટે ઘણા પોષક તત્વોની જરૂર પડે છે, જે પૈકી વિટામિન-B12 પણ એક છે. વિટામિન-B12ની ઉણપના લક્ષણો પગમાં પણ જોવા મળી શકે છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
જો તમારા પગ અચાનક સુન્ન થવા લાગે, ખાસ કરીને અંગળીઓમાં તો તે વિટામિન-B12ની ઉણપ હોઈ શકે છે
જો તમારા પગમાં વારંવાર ઝણઝણાટીની સમસ્યા થાય, તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ, કારણ કે તે વિટામિન-B12ની ઉણપ હોઈ શકે છે
જો તમને કોઈ કામ કર્યા વિના અથવા ચાલ્યા-ફર્યા વિના પણ પગમાં થાક અને નબળાઈ અનુભવાય, તો તે વિટામિન-B12 ની ઉણપ હોઈ શકે છે
જો તમને અચાનક ચાલવામાં તકલીફ થવા લાગે અને પગમાં બેલેન્સના રહેતું હોય, તો તે વિટામિન-B12 ની ઉણપ હોઈ શકે છે.
જો તમારા પગમાં વારંવાર દુખાવો રહે, ખાસ કરીને પગના તળિયામાં, તો તેને વિટામિન-B12 ની ઉણપનું લક્ષણ માની શકાય છે અને તેને નજરઅંદાજ ન કરવો જોઈએ
જો તમારા પગની માંસપેશીઓમાં અચાનક ખેંચાણ અને જકડાઈ જવાની અનુભૂતિ થાય, તો તે વિટામિન-B12 ની ઉણપ હોઈ શકે છે.