આ લક્ષણો બતાવે છે, તમારી આંખો નબળી પડી રહી છે


By Smith Taral23, Apr 2024 11:51 AMgujaratijagran.com

આજના મોબાઈલ અને કમ્પયુટરના યુગમાં આંખના સ્વાસ્થ્યને જાળવી રાખવું ધણું જરુરી છે. જો તમને પણ આંખમાં તકલીફ હોય અને આ પ્રકારના લક્ષણો જો દેખાતા હોય તો તમારે માની લેવું કે તમારી આંખ નબળી પડી રહી છે. આવો જાણીએ નબળી આંખ હોવાના લક્ષણો

ડબલ વીઝન

આંખોની નબળાઈમાં લોકોને એકજ વસ્તુ બે દેખાય છે જેને ડબલ વીઝન કહે છે. આમાં લોકોને વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે.

આંખોમાં પાણી ભરાવું

જ્યારે આંખો નબળી પડે છે ત્યારે આંખોમાં પાણી ભરાવા જેવી સમસ્યા ઊભી થાય છે. આ આંખોની નબળાઈનું લક્ષણ છે. તેને અવગણશો નહીં.

આંખનો દુખાવો

નબળી આંખોના લીધે તેમાં દુખાવો થાય અને આંખો લાલ થવાની સમસ્યાનો પણ ઊભી થાય છે.

આંખોમાં ખંજવાળ અને બર્નિંગ

આંખોમાં બળતરા અને ખંજવાળ આવવી એ પણ પણ નબળી આંખોની સમસ્યા છે

માથાનો દુખાવો

જેમની આંખો નબળી છે તો તેમને વારંવાર માથાનો દુખાવાની તકલીફ પણ રહેતી હોય છે. આ લક્ષણને અવગણવું ન જોઈએ.

વધારે પ્રકાશમાં મુશ્કેલી

જેમની આંખો નબળી હોય તેઓ વધારે પ્રકાશમાં જાય ત્યારે તેમને આંખમા તકલીફ થાય છે અને આંખોની સામે અંધકાર છવાઈ જાય છે.

કસરત કર્યા વિના 10 દિવસમાં પેટની ચરબી આ રીતે ઘટાડી શકો છો