નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ કેવી રીતે કરવા, જાણી લો


By Jivan Kapuriya06, Aug 2023 12:32 PMgujaratijagran.com

જાણો

આજના સમસયમાં મોટાભાગની મહિલાઓને નોન-સ્ટીક વાસણોમાં રસોઈ બનાવવી ગમે છે. પરંતુ ઘણા લોકો નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ કરવાની સાચી રીત નથી જાણતા. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વાસણોનો ઉપયોગ કેવી રીતે કરવાની કેટલીક ટિપ્સ.

જાળવણી

નોન-સ્ટીક પેનમાં ખોરાક સરળતાથી રાંધવામાં આવે છે. સાથે જ તેનું ધ્યાન પણ રાખવું પડે છે. તેનો ઉપયોગ સ્ટાલના વાસણોની જેમ કરી શકાતો નથી.

સોફ્ટ ડીટરજન્ટ

નોન-સ્ટીક વાસણો સાફ કરવા માટે સોફ્ટ ડીટરજન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અન્ય કઠણ ક્લીનર્સ તેમના કોટિંગને નુકસાન પહોંચાડી શકે છે.

કેવી રીતે સાફ કરવું

જો નોન-સ્ટીક કૂકરવેર ખૂબ જ ગંદુ હોય તો તેમાં એક ડુંગળી નાખો અને તેને સારી રીતે ઉકાળો. હવે 5 મિનિટ પછી તેને સોફ્ટ ડીટરજન્ટથી સાફ કરો.

સ્ક્રેચ પ્રૂફ પેડ

નોન-સ્ટીક વાસણોની સફાઈ હંમેશા સ્ક્રેચ પ્રૂફ અથવા કોઈપણ સોફ્ટ પેડથી કરવી જોઈએ. લોખંડ કે સ્ટીલના પેડ વાસણોના કોટિંગને નુકસાન પહોંચાડી શકે છે.

ગરમ ખોરાકનો સંગ્રહ ન કરશો

મોટાભાગના લોકો રસોઈ કર્યા પછી ગરમ ખોરાક નોન-સ્ટીક વાસણોમાં છોડી દે છે. આમ કરવાથી વાસણો ઝડપથી બગડી શકે છે.

ચીકાસ સાફ કરો

જો તમે નોન-સ્ટીક વાસણોમાં કોઈપણ તેલયુક્ત ખોરક રાંધો છો, તો તેને લાંબા સમય સુધી સાફ કર્યા વગર ન રાખવું જોઈએ.

ગેસ ધીમો રાખો

નોન-સ્ટીક પેનમાં રાંધતી વખતે ગેસનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વાસણો માટે વધુ ગેસ સારો નથી.

રસોઈ કર્યા પછી તરત જ તેને સાફ કરવું શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

દરરોજ આમળાનું જ્યૂસ પીવાથી સ્કિનને મળે છે અદ્દભૂત ફાયદા, જે તમે નહીં જાણતા હોવ