દરરોજ આમળાનું જ્યૂસ પીવાથી સ્કિનને મળે છે અદ્દભૂત ફાયદા, જે તમે નહીં જાણતા હોવ


By Sanket M Parekh04, Aug 2023 04:49 PMgujaratijagran.com

સ્કિન બર્નથી છૂટકારો

આમળામાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે, જે સ્કિન બર્નથી રાહત અપાવે છે. આમળાનું જ્યૂસ પીવાથી બ્લડ ફ્લો સારે રહે છે, જેનાથી સ્કિન બર્નમાં આરામ મળે છે.

બ્લેક હેડ્સ ઓછા કરશે

દરરોજ આમળાનું જ્યૂસ પીવાથી તમને બ્લેક હેડ્સની સમસ્યામાં આરામ મળી શકે છે. આમળાના જ્યૂસમાં રહેલ કમ્પાઉન્ડ્સ સ્કિન પર થઈ રહેલા બ્લેક હેડ્સને ઓછા કરવામાં મદદ કરે છે.

ખીલથી છૂટકારો

ચહેરા પર ખીલની સમસ્યાથી પરેશાન હોવ, તો તમે આમળાના જ્યૂસનું સેવન કરી શકો છે. જેનાથી તમે આ સમસ્યામાં આરામ મળી શકે છે. આમળામાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ વગેરેની સમસ્યા ઓછી કરવામાં મદદ કરી શકે છે.

કોલેજન બૂસ્ટર

નિયમિત આમળાનું જ્યૂસનું સેવન કરવાથી તમે સ્કિનને સ્વસ્થ રાખી શકો છે. આમળાના જ્યૂસનું સેવન કરીને તમે સ્કિન પર કોલેજનનું ઉત્પાદન વધારી શકો છે. જેનાથી સ્કિન સબંધી સમસ્યામાં કમી આવે છે.

એન્ટી એજિંગ ગુણ

ચહેરા પર વધતી જતી વયના લક્ષણો ઓછા કરવા માટે આમળાનું જ્યૂસનું નિયમિત સેવન ફાયદેમંદ થઈ શકે છે. જેમાં એન્ટી એજિંગ ગુણ હોય છે, જે કોલેજનના ઉત્પાદનને વધારીને સ્કિન પર નિખાર લાવે છે.

છાશના ઉપયોગથી તમારા ચહેરાને આ રીતે ચમકદાર બનાવો