છાશના ઉપયોગથી તમારા ચહેરાને આ રીતે ચમકદાર બનાવો


By Jivan Kapuriya04, Aug 2023 11:11 AMgujaratijagran.com

જાણો

ઉનાળામાં પેટને ઠંડક આપતી છાશ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ઉપયોગ અને ફાયદા વિશે-

ચહેરો સાફ કરવા માટે

ચહેરાને સાફ કરવા ચણાના લોટમાં કાકડીનો રસ,હળદર પાવડર અને છાશ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

સ્ક્રબ કરો

જો તમારે ત્વચાના મૃત કોષોને દૂર કરવા હોય તો ઓટમીલમાં છાશ મિક્સ કરીને થોડીવાર પલાળી દો અને પછી ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.આમ કરવાથી ત્વચા સાફ રહેશે.

ચમકતી ત્વચા માટે

જો તમે ચહારાની ચમક વધારવા માંગતા હોવ તો નારંગીની છાલનો પાવડર છાશમાં મિક્સ કરો. સુકાઈ ગયા પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. આ પેક ખૂબ જ અસરકારક છે.

ત્વચા કડક કરવા માટે

જો તમારે ત્વચાને કડક બનાવવી હોય તો છાશમાં મધ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. 20-25 મિનિટ પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

કરચલી મુક્ત ત્વચા માટે

વૃદ્ધાવસ્થાના ચિહ્નોને ઘટાડવા માટે મસૂર દાળ અથવા મુલતાની માટીને છાશ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો.જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ટેનિંગ દૂર કરવા માટે

જો તડકાના કારણે ત્વચાને નુકસાન થતું હોય તો ટામેટાના રસમાં છાશ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.

કાળાશ દૂર કરો

જો તડકાને કારણે ત્વચા કાળી પડી ગઈ હોય તો પપૈયાના પલ્પને મસળીને તેમાં છાશ નાખીને કાળશ વાળી જગ્યા પર લગાવો. આમ કરવાથી ત્વચા સાફ રહેશે.

ચમકતી ત્વચા માટે તમે પણ છાશનો આ રીતે ઉપયોગ કરી શકો છો.

કાનનો મેલ સાફ કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો, સરળતાથી મેલ બહાર આવશે