કાનનો મેલ સાફ કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો, સરળતાથી મેલ બહાર આવશે


By Jivan Kapuriya03, Aug 2023 05:09 PMgujaratijagran.com

જાણો

કાન આપણા શરીરનો ખૂબ જ નાજુક અંગ છે.ઘણીવાર લોકોને એવી આદત હોય છે કે બેઠા બેઠા હાથ વડે અથવા અન્ય વસ્તુઓ વડે કાનમાં ખંજવાળ્યા કરે છે.પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે.

બદામ તેલ

બદામનું તેલએ કાન સાફ કરવાની સૌથી જૂની રીતોમાંની એક છે.આ તેલને ગરમ કરી લો નવશેકુ થયા પછી કાનમાં બે-ત્રણ ટીપાં નાખો અને થોડીવાર રહેવા દો.આ તેલથી કાનની ગંદકી નરમ થઈ જશે અને સરળતાથી બહાર આવશે.

સરસવ,ઓલિવ અને નાળિયેર તેલ

સરસવ,ઓલિવ અને નારિયેળનું તેલ પણ બદામના તેલની જેમ કાન સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.હવે આમાંથી કોઈપણ તેલમાં લસણની ત્રણથી ચાર લવિંગ નાંખો અને તેને ગરમ કરો,માત્ર બે ચમચી તેલ લો જ્યારે આ લસણનું તેલ થોડું હૂંફાળું થઈ જાય ત્યારે કાનમાં થોડા ટીપાં નાંખો અને રું વડે કાન બંધ કરો.આમ કરવાથી મેલ સરળતાથી નીકળી જાય છે.

એપલ સીડર વિનેગર

તમે વિનેગરની મદદથી પણ કાન સાફ કરી શકો છો.તમે એક ચમચી પાણીમાં થોડો વિનેગર મિક્સ કરો હવે તેને કાનમાં નાખો.તેનો ઉપયોગ કરતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

હાઇડ્રોજન પેરોક્સાઇડ

પાણીમાં થોડું હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓગાળીને આ મિશ્રણને કાનમાં નાખો.ત્યાર બાદ આ દ્રાવણને કાનમાંથી કાઢી લો.

હૂંફાળું પાણી

તમે હૂંફાળા પાણીની મદદથી પણ કાનને સાફ કરી શકો છો.આ માટે પાણીને થોડું ગરમ કરો અને પછી તેને રુંની મદદથી કાનની અંદર નાખો.થોડીક સેકન્ડ સુધી રાખ્યા બાદ ઉલટા થઈને કાનમાંથી પાણી બહાર કાઢી નાખો.

ડુંગળીનો રસ

તમે પહેલા ડુંગળીને શેકી લો અને તેનો રસ કાઢો ત્યાર પછી રુંની મદદથી કાનની અંદર થોડા ટીપાં નાખો.તેનાથી કાનની ગંદકી સરળતાથી નીકળી જશે.

જાણો સફેદ કપડાં પરથી મેકઅપના ડાઘ દૂર કરવાની સરળ રીતો