ઢોકળા માત્ર ગુજરાતમાં જ નહી પણ દેશના બીજા ભાગોમાં પણ ઘણો ફેમસ છે, લોકો તેને ખૂબ મજાથી ખાય છે. ઢોકળાને ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે બચી ગયેલા ઢોકળાનો તમે કેવી રીતે ક્રીએટીવલી યુઝ કરી શકો, વધી ગયેલા ઢોકળાથી તમે આ પ્રકારની ટેસ્ટી ડીશ બનાવી શકો છો.
ઢોકળા ચાટ બનાવવા માટે તમારે ઢોકળાના ટુકડા ઉપર દહીં, ફુદીનાના પાન, આમલીની ચટણી, ભુજિયા, સમારેલી ડુંગળી, મરચાં અને તમારી ફે્વરીટ વેજીસ નાખીને ઢોકળા ચાટ બનાવીને ખાઈ શકો છો, આ ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
વધી ગયેલા ઢોકળાને તમે આમલી-ગોળની બનેલી ગ્રેવી સાથે પણ સર્વ કરી શકો છો. રસિયા ઢોકળાને ચાના કપ સાથે એન્જોય કરી શકાય છે.
ઢોકળાને નાના ટુકડાઓ ઉપર, છીણેલું નારિયેળ, દાડમના દાણા અને ક્રીસ્પી ભુજિયા સેવનું ટોપીંગ કરીને ખાઈ શકાય છે. સોફ્ટ ઢોકળા એ ક્રંચી ટેક્ષરનું આ કોમ્બીનેશન ખાવામાં ખૂબ મજા પડે છે
આવીજ રસપ્રદ અને જરુરી માહીતી માટે વાંચતા રહો ગૂજરાતી જાગરણ