⩨ એન્ટીઓક્સીડેન્ટ્સ ⩨ એન્ટી ઈફ્લેમેન્ટરી ⩨ મેગ્નેશિયમ ⩨ આયરન ⩨ ફોસ્ફોરસ
વજન ઘટાડવા માટે તમે તજમાં દૂધ મિક્સ કરીને પી શકો છે. જેનાથી શરીરમાં જમા વધારાની ચરબી ઝડપથી ઘટે છે આ સાથે જ મેટાબૉલિઝમ પણ સુધરે છે.
વજન ઘટાડવા માટે તજ અને મધનું કૉમ્બિનેશન ખૂબ જ અસરકારક નીવડે છે. આ માટે તજના પાવડરમાં થોડું મધ મિક્સ કરીને ખાવ. જો તમે ઈચ્છો તો તેમાં મરી પણ મિક્સ કરી શકો છો.
તજને એપલ સાઈડર વિનેગાર સાથે મિક્સ કરીને પીવું વજન ઘટાડવા માટે કોઈ રામબાણથી કમ નથી. આ માટે તમે તજના પાણીને ઉકાળો અને ઠંડુ થવા પર તેમાં થોડું એપલ વિનેગાર મિક્સ કરીને પી શકો છો.
સ્પ્રાઉટ્સમાં તજ મિક્સ કરીને ખાવું પેટ માટે હેલ્ધી હોવાની સાથે વજન ઘટાડવા માટે પણ ગુણકારી હોય છે. જેને ખાવાથી મેટાબૉલિઝમ વધે છે અને વજન પણ ઝડપથી ઘટે છે.
વજન ઘટાડવા માટે તમે કૉફીમાં તજ મિક્સ કરી શકો છો. આ કૉમ્બિનેશન વજન ઘટાડવા માટે મદદરૂપ થઈ શકે છે.
તજની સાથે લીંબુ મિક્સ કરીને પીવાથી વજન ઘટે છે. આ માટે તમે તજને પાણીમાં ઉકાળીને તેમાં લીંબુ મિક્સ કરીને પી લો. આ ડ્રિન્ક મેટાબૉલિઝ્મ વધારીને ચરબીને ઝડપથી ઓગાળે છે.