ગરમ પાણીમાં આમળાનું જ્યૂસ અને મધ મિક્સ કરીને પીવાથી થશે અદ્દભૂત ફાયદા


By Sanket M Parekh03, Oct 2023 04:17 PMgujaratijagran.com

આમળામાં પોષક તત્વો

◢ એન્ટી ઑક્સીડેન્ટ્સ ◢ પોટેશિયમ ◢ વિટામિન-સી ◢ ફાઈબર

ઈમ્યૂનિટી વધારશે

ગરમ પાણીમાં આમળાનું જ્યૂસ અને મધ મિક્સ કરીને પીવાથી ઈમ્યૂન સિસ્યમ મજબૂત બને છે. જેમાં રહેલ એન્ટી ઑક્સીડેન્ટ્સ અને વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ઈન્ફેક્શનથી બચાવશે

ગરમ પાણીમાં આમળા મિક્સ કરીને પીવાથી ઈન્ફેક્શનમાં ઘણી રાહત મળે છે. જેમાંથી મળનારા પોષક તત્વો ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવીને ઈન્ફેક્શનના ખતરાને ઓછો કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

આમળા જ્યૂસ અને મધને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવું વજન ઘટાડવામાં લાભદાયક હોય છે. જેને પીવાથી મેટાબૉલિજ્મ ઝડપી બને છે. આ સાથે જ શરીરમાં જમા વધારાનું ફેટ પીગળવા માંડે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડો

આ ડ્રિન્કને પીને તમે કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડી શકો છે. આ માટે તેને સવારે ખાલી પેટ પીવું લાભદાયી હોય છે.

એનર્જી વધારશે

ગરમ પાણીમાં આમળા જ્યૂસ અને મધ મિક્સ કરીને પીવાથી તમારો આખો દિવસ એનર્જેટિક બની રહે છે. જેને પીવાથી સુસ્તી, થાક અને નબળાઈ ઓછી થાય છે.

આવા લોકો માટે ઝેર સમાન છે દેશી ઘી, સેવન કરવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન