દેશી ઘી સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય છે, પરંતુ અનેક લોકો માટે તે ખતરનાક પણ નીવડી શકે છે. તો ચાલો જાણીએ દેશી ઘીનું સેવન કેવા લોકો માટે હાનિકારક હોઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ સિઝનલ બીમારીઓનો સામનો કરી રહ્યો હોય, તો તેણે દેશી ઘી બિલકુલ ના ખાવું જોઈએ. જેનાથી કફની સમસ્યા વધી જાય છે.
સામાન્ય રીતે કબજિયાતથી બચવા માટે ઘી ફાયદેમંદ મનાય છે, પરંતુ જો તમે ખરાબ ડાઈઝેશનની સમસ્યાથી ત્રસ્ત હોવ અને ખોરાક પચવામાં તકલીફ થઈ રહી હોય, તો ઘીનું સેવન કરવાથી બચો.
જો કોઈ વ્યક્તિ લીવર સિરોસિસ જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહી હોય, તો તેણે ભૂલથી પણ ઘીનું સેવન ના કરવું જોઈએ. ફેટી લીવર અને લીવર સિરોસિસની સમસ્યા થવા પર ઝેરની જેમ કામ કરે છે.
હાઈ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓએ દેશી ઘી ખાવાથી બચવું જોઈએ. દેશી ઘીમાં હેલ્ધી ફેટ હોય છે. જે નસોને બ્લોક કરી શકે છે.
સામાન્ય રીતે પ્રેગ્નેન્ટ મહિલાઓને ઘી ખાવાની સલાહ આપવામાં આવે છે. જેના સેવનથી તેમને અનેક જરૂરી પોષક તત્વો મળે છે, પરંતુ જો કોઈ ગર્ભવતી મહિલા શરદી અથવા પેટ ખરાબ જેવી સમસ્યાથી પીડિત છે, તો તેમણે ઘી ખાવાથી બચવું જોઈએ.