આજકાલ સાંધાના દુખાવાની સમસ્યા વૃધ્ધો સહિત યુવાનોમાં પણ જોવા મળે છે. સાંધા અને શરીરમાં દુખાવાથી કામકાજમાં ઘણી તકલીફ પડે છે. આમાં રાહત મેળવવા માટે કેટલાક મસાલાનો ઉપયોગ કરી શકાય છે જેમા એન્ટી ઈન્ફ્લામેટીરી જેવા ગુણો રહેલા હોય છે જે શરીરમાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ વધુમાં
આદુમાં ઔષધીય ગુણો રહેલા હોય છે જે સાંધા અને શરીરના દુખાવામાં તમને રાહત આપે છે. આ માટે પાણીમાં આદું ઉકાળી તેની ચા પી શકો છો
લસણમા રહેલા એન્ટી ઈન્ફલામેટરી ગુણો પણ સાંધાના દુખાવામાં રાહત આપે છે. લસણના સેવનથી તમારા ઘુંટણનો દુખાવો પણ ઓછો થાય છે
હળદરમાં દુખાવો ઓછો કરવાના ગુણધર્મો રહેલા હોય છે, આના સેવનથી તમે શરીરમા સોજાને ઘટાડી શકો છો અને સાંધાના દુખાવા પણ રાહત મેળવી શકો છો
પેલીફિનોલ અને એન્ટીઓક્સીડન્ટ જેવા શક્તિશાળી ગુધધર્મો ધરાવતી ગ્રીન ટી પણ સાંધાના દુખાવામાં ફાયદાકારક છે. આના સેવનથી સાંધામાં સોજો અને દુખાવો ઓછો થાય છે.
મરીમાં દુખાવો ઓછો કરી શકાય તેવા ગુણધર્મો રહેલા હોય છે. આનું સેવન તમને સાંધાનો દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે
તજ પત્તાને પાણીમાં ઉકાળી તેનું પાણી પીવાથી સાંધામા સોજા અને દુખાવામાં રાહત મળે છે. આનાથી સ્નાયુના દુખાવા પણ રાહત મળે છે
તજમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીઓક્સીડન્ટ જેવા ગુણો રહેલા હોય છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે