ડુંગળીના ફોતરમાં રહેલા પોષકતત્વો વાળના વિકાસમાં મદદ કરે છે. ડુંગળીના આ ચાર રીતે ઉપયોગ કરીને તમે વાળનું સ્વાસ્થ્ય વધારી તેની વાળની જાડાઈ અને વિકાસમાં વધારો કરી શકો છો.
ડુંગળીનાં છોતરાને પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોઈ લો. શેમ્પુ કર્યા પછી આ પાણીથી વાળ ધોવાથી વાળ વધું સુંવાળા અને મજબૂત થાય છે
ડુંગળીના છોતરાને ઓલીવ ઓઈલ અથવા અને કોકનટ ઓઈલમાં ઉકાળી તેને સ્કાલ્પ પણ હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી બ્લડ ફ્લો વધે છે જે વાળના વિકાસમાં મદદ કરે છે
બાફેલા ડુંગળીના છોતરાને દહીંમાં ઉમેરી પેસ્ટ બનાવી લો, તેને સ્કાલ્પ પર 30 મિનીટ સુધી લગાવી રાખી પછી તેન હુંફાળા પાણીથી ધોઈ લો. આનાથી વાળને પૂરતા પ્રમાણમાં મોઈશ્ચર મળે છે અને વાળ મુળથી મજબૂત બને છે
ડુંગળીના છોતરાને પાણીમાં ઉકાળી તેને સ્પ્રે બોટલમાં ભરી લો, અને તેને રેગ્યુલરલી વાળમાં સ્પ્રે કરો આનાથી સ્કાલ્પ સ્વસ્થ રહેશે અને વાળના વિકાસમાં મદદ કરશે.