પ્લાસ્ટિકની બોટલોને ફેંકવાની જગ્યાએ તમે તેનો કુંડા તરીકે પણ ઉપયોગ કરી શકો છે. આ માટે તમામ બોટલોને અડધી કાપીને કલરથી રંગી નાંખો. હવે તેમાં માટી અને ખાતર નાંખીને છોડ વાવો.
જો તમારા ઘરમાં કાચની નકામી બોટલ પડી હોય, તો તમે તેનાથી લેમ્પ બનાવી શકો છે. આ માટે તમારે માત્ર તેમાં લાઈટ્સ નાંખવાની રહેશે. આ સાથે તેમાં તમે પાણી પણ નાંખી શકો છો. જેથી તે સુંદર દેખાશે.
પ્લાસ્ટિકની બોટલથી નાના-નાના કન્ટેનર બનાવીને તમે તેને દિવાલ પર લગાવી શકો છે. જેને તમે કોઈ પણ પ્રકારનો આકાર આપીને અલગ-અલગ રંગથી કલર કરો. હવે તેમાં સામાન રાખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
જેને બનાવવા માટે તમે જૂની બોટલોને નીચેથી કાપી નાંખો. જે બાદ ગરમ ઈસ્ત્રીને કાપેલા હિસ્સા પર લગાવો. આમ કરવાથી બોટલની કિનારી સૉફ્ટ થઈ જશે. હવે તેમાં સ્નેક નાંખીને ખાઈ શકો છો.
આ માટે બોટલને નીચેની તરફથી કાપી નાંખો અને તમામ ભાગની વચ્ચે કાણા પાડી દો. હવે એક સ્ટેન્ડ પર આ કાપેલા ભાગને ફિક્સ કરો. આ રીતે તમારું જ્વેલરી બોક્સ તૈયાર થઈ જશે.
જૂની બોટલની મદદથી તમે અનેક ડેકોરેટિવ વસ્તુઓ બનાી શકો છે. જેમ કે કેન્ડલ હોલ્ડર, ફૂલ અને શૉ પીસ વગેરે બનાવીને તમારા ઘરની શોભા વધારી શકો છો.