ભારત અને બાંગ્લાદેશે રૂપિયામાં કારોબારની શરૂઆત કરી છે. જેને લીધે US ડોલર પરની નિર્ભરતા ઓછી કરવા તથા પ્રાદેશિક ચલણમાં વ્યાપારને મજબૂતી મળશે.
બાંગ્લાદેશ બેંકના ગવર્નર અબ્દુર રઉફ તાલુકદારે રૂપિયામાં વ્યાપારિક લેવડ-દેવડની શરૂઆતને એક મહાન સફર પર ભરવામાં આવેલ પગલા તરીકે ગણાવ્યું છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કારોબારમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે અને બન્ને દેશોને તેમના આર્થિક સહયોગથી ફાયદો થઈ રહ્યો છે. અહીં મુદ્રા કાર્ડ લગભગ તૈયાર છે અને તે સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવશે.
બાંગ્લાદેશ અને ભારતની બેંકોને વિદેશી ચલણના વ્યવહાર માટે નોસ્ટ્રો ખાતા ખોલવાની તક મળી છે. ભારતથી બાંગ્લાદેશની આયાત 13.69 અબજ ડોલર છે.