હવે ઘરે જ બનાવો પરફેક્ટ ઑનિયન ઢોસા, નોંધ કરી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી


By Sanket M Parekh12, Jul 2023 04:12 PMgujaratijagran.com

સામગ્રી

• સોજી • ચોખાનો લોટ • લીલા મરચા • આદુ • જીરુ • મીઠુ • ડુંગળી

સ્ટેપ-1

સૌ પ્રથમ સોજી અને ચોખાના લોટને મિક્સ કરી લો. જેમાં પાણી નાંખીને તેને સારી રીતે હલાવીને મિશ્રણ તૈયાર કરી નાંખો.

સ્ટેપ-2

જે બાદ તેમાં હીંગ, જીરુ અને મીઠુ નાંખીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણને રેસ્ટ માટે છોડી દો.

સ્ટેપ-3

હવે એક તરફ ડુંગળી, લીલા મરચા, આદુના બારીક કટકા કરી નાંખો.

સ્ટેપ-4

હવે ઢોંસા તવાને બરાબર ગરમ થવા માટે છોડી દો. જે બાદ તેના પર તેલ અને પાણીનું મિશ્રણ નાંખો.

સ્ટેપ-5

હવે તમારે ઢોંસા માટે તૈયાર થયેલ રગડો સારી રીતે તવા પર ફેલાવો. આ સાથે તેના ઉપર કાપેલી ડુંગળી અને મરચા ભભરાવો. જ્યારે ઢોંસો નીચેથી શેકાઈ જાય, ત્યારે તેને ફોલ્ડ કરી નાંખો.

સ્ટેપ-6

હવે તમારા ઢોસા સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે. તમે તેને સાંભાર અને ચટણી સાથે સર્વ કરી શકો છો.

ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST, ઉદ્યોગના નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા