ઓનલાઈન ગેમિંગ, કેસીનો અને હોર્સ ટ્રેડિંગ જેવી સ્પર્ધામાં દાવ લગાવનાર કુલ રકમ પર 28 ટકા દરથી ટેક્સ લાદવામાં જાહેરાત કરવામાં આવી છે.
GST કાઉન્સિલના આ નિર્ણયને પગલે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ તથા ઈન્ડસ્ટ્રસ્ટ્રીઝના નિષ્ણાતોએ નારાજગી વ્યક્ત કરી છે. તેમના મતે સરકારના નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝની હત્યા થઈ જશે.
ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. 28 ટકા ટેક્સ લાદવાને લીધે તેમની આવક પર અસર થશે. કંપનીઓના મતે કૌશલ આધારિત રિયલ મની ગેમિંગ સેગમેન્ટને અસર થશે.
રિયલ મની ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝમાં 100 રૂપિયાની ચુકવણી પર રૂપિયાની એન્ટ્રી પર રમી શકાશે. જ્યારે 28 ટકા GST લાગુ પડશે. આ ઉપરાંત 30 ટકા TDSની ચુકવણી કરવી પડશે.