ભારત વર્ષ 2075 સુધીમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે અને અમેરિકાને પણ પાછળ રાખી દેશે.
ગોલ્ડમેન સાક્સના અહેવાલ પ્રમાણે ભારતની વસ્તી 1.4 અબજ પહોંચવા સાથે દેશનો GDP ઝડપભેર વધે તેવો અંદાજ છે. અત્યારે ભારત પાંચમાં ક્રમનું સૌથી મોટુ અર્થતંત્ર ઘરાવે છે.
ભારત અત્યારે જર્મની, જાપાન, ચીન અને અમેરિકા બાદ ક્રમે છે. ભારતમાં સેવા, ઈન્ફ્રાનો વિકાસ આગળ વધતો રહેશે.
વિશ્વના પાંચમાં સૌથી મોટા અર્થતંત્ર એટલે કે ભારત માટે ઈનોવેશન તથા વધતા વર્કર પ્રોડક્ટિવિટી મહત્વની ભૂમિકા ભજવશે. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ ભારતીય અર્થતંત્રના ગ્રોથ માટે મહત્વપૂર્ણ રહેશે.