રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખાનગી ઈક્વિટી રોકાણ વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના આધારે પાંચ ટકા ઘટી 1.9 અબજ ડોલર રહ્યું છે.
ઊંચા વ્યાજ દરોને લીધે ખાનગી ઈક્વિટી ફ્લોમાં ઘટાડો થયો છે. તેને લીધે ગયા વર્ષની સમાન ત્રિમાસિક ગાળામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખાનગી ઈક્વિટી રોકાણ બે અબજ ડોલર રહ્યું છે.
ગત નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં PE ફ્લો 1.4 અબજ ડોલર રહ્યું હતું. જ્યારે વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 20 કરોડ ડોલર અને નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1.7 અબજ ડોલર રહ્યો હતો.