દેશની સૌથી મોટી ડિપોઝીટરી નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરીએ સેબી સમક્ષ જાહેર ભરણું લાવવા માટે DRHP રજૂ કર્યું છે.
હવે NSDL તેનો IPO લાવવાની તૈયારીમાં છે. SEBI સમક્ષ અરજી કરી છે. IPOમાં IDBI બેંક, નેશનલ સ્ટોક એક્સચેન્જ, યુનિયન બેંક તેનો હિસ્સો ઓછો કરવા વિચાર કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે NSDLની હરીફ CDSL વર્ષ 2017માં જાહેર ભરણું રજૂ કર્યું હતું. હવે NSDL સંપૂર્ણપણે BSE પર લિસ્ટેડ થશે. CDSLનું એમ-કેપ રૂપિયા 12,290 કરોડ છે.
NSDL 338 લાખ કરોડ રૂપિયાની અંડરલાઈંગ એસેટ સાથે 3.23 કરોડ ડિમેટ ખાતા સંભાળે છે. FPI દ્વારા રાખવામાં આવેલ તમામ એસેટ્સને ડીમટેરિયલાઈઝ્ડ સ્વરૂપમાં સંભાળે છે.