શું તમને પણ અભ્યાસ કરતાં સમયે ઊંઘ આવી રહી છે? તો આ ટિપ્સ અપનાવી આળસને ખંખેરો


By Sanket M Parekh09, Jul 2023 04:27 PMgujaratijagran.com

ઊંઘ આવવાનું કારણ

અનેક વખત અભ્યાસ કરતાં સમયે 2-3 કલાક બાદ ઊંઘ આવવાનું શરૂ થઈ જાય છે. આવું સારી ડાયટ ના લેવાના કારણે અથવા તો રાતે ઊંઘ પૂરી ના થવાના કારણે પણ થતું હોય છે.

પોસ્ચર પર ધ્યાન આપો

અભ્યાસ કરવા દરમિયાન ઊંઘ ઉડાડવા માટે હંમેશા સીધા બેસવાનો પ્રયત્ન કરો. જેથી ભણવામાં આળસ નહીં આવે અને મન સ્થિર રહેશે. એક સ્ટડી કૉર્નર નક્કી કરીને ત્યાંજ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો.

ચા-કૉફી

અભ્યાસ કરતાં સમયે જો ઊંઘ આવવા લાગે, તો તમે ક્યારેક-ક્યારેક ચા અથવા કૉફી પી શકો છો. આવું કરવાથી તમને થોડો બ્રેક પણ મળી જશે અને આ સાથે જ તમે ફ્રેશ પણ ફીલ કરશો.

વૉક કરો

જો તમને વધારે સમય સુધી બેઠા-બેઠા ભણવાથી ઊંઘ આવવા લાગે, તો તમે વૉક કરતા-કરતા પણ અભ્યાસ કરી શકો છો. રિવીઝન દરમિયાન આમ કરવું વધારે સારું સાબિત થઈ શકે છે.

અજવાળામાં અભ્યાસ કરો

પથારી અને મંદ ઉજાસમાં બેસીને અભ્યાસ કરવાથી ઊંઘ આવવા લાગે છે. એવામાં જરૂરી છે કે, તમે મોડા સુધી અભ્યાસ કરવા માટે સારી હવા-ઉજાસ વાળા રૂમમાં બેસીને અભ્યાસ કરો.

શાવર

જો તમે વાંચતા-વાંચતા ઊંઘ આવવા લાગે, તો તમે શાવર પણ લઈ શકો છો. આ ઉપરાંત થાક અને તણાવના કારણે ઊંઘ આવતી હોય, તો ન્હાવાથી તે દૂર થઈ જશે અને તમે ફ્રેશ ફીલ કરશો.

ગીતો સાંભળો

જો અભ્યાસ કરતાં સમયે ઊંઘ આવે, તો તમે ગીતોની મદદ પણ લઈ શકો છે. કોઈ પણ મનપસંદ ગીત વગાડીને ભણવાથી તમારો મૂડ એક વખત ફરીથી ફ્રેશ થઈ જશે અને અભ્યાસમાં મન પરોવાશે.

એલોવેરા જેલના છે એટલા ફાયદા કે તમે ગણતા-ગણતા થાકી જશો, આવી રીતે કરો ઉપયોગ