ઘણા લોકો બોટલ તૂટી જાય અથવા જૂની થઈ જાય એટલે તેને ઢાંકણ સાથે ફેંકી દેતા હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે જે ઢાંકણને નકામું સમજીને ફેંકી દો, તે ખૂબ જ કામનું છે. આ ઢાંકણનો ઉપયોગ ઘરની ઘણી વસ્તુઓને સાજાવટ કરી શકો છો. ચાલો જાણીએ.
તમે ટેબલ પર રંગબેરંગી ઢાંકણા ચોંટાડીને તમે ફર્નિચરને નવો લુક આપી શકો છો. તમે ટેબલને ગોળાકાર ડિઝાઇનમાં ચોંટાડીને તેને નવા જેવું બનાવી શકો છો.
આજકાલ લિવિંગ રૂમમાં મિરર લગાવવાની ફેશન છે. આ અરીસાઓ ખૂબ ટકાઉ નથી હોતા તેથી તમે આ બોટલના નાના ઢાંકણા સાથે બોહો મિરર બનાવી શકો છો.
તમે ઢાંકણાને ગોલ્ડન રંગથી શળગારો પછી અરીસાને NDF કટઆઉટની મધ્યમાં રાખો અને બાજુની બાકીની શીટ પર ઢાંકણને ચોંટાડીને બોહો મિરર તૈયાર કરો.
આ યુનિક લાગે છે પરંતુ તે એક ક્રિએટીવ વિચાર છે. તમે બોટલના ઢાંકણામાંથી સુંદર કાર્પેટ બનાવી શકો છો. આ માટે તમારે ઘણાબધા ઢાંકણોની જરૂર પડશે.
તમે ઢાંકણાને સપાટ કરો અને પારદર્શક કાર્પેટ પર ડિઝાઇન ચોંટાડો. તમે તેના કેન્દ્ર પર સ્ટાર અથવા ફૂલ ડિઝાઇન કરીને ડોરમેટ તૈયાર કરી શકો છો.
તમે નાના ઢાંકણાનો ઉપયોગ કરીને તેમાં પ્રવાહી મીણ અને વિક્સ રેડો પછી જ્યારે મીણ થીજી જાય એટલે મીણબત્તી તૈયાર થઈ જશે. તમે દિવાળી પર તેનો ઉપયોગ કરી શકો છો.
પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા લો અને તેને ગુંદરની મદદથી ફૂલના આકારમાં ચોંટાડો. પછી ધાતુની લાકડીઓના આકારમાં ફૂલો ઉમેરીને રંગબેરંગી કેપ બુકે બનાવો.
જો તમે પણ બોટલના ઢાંકણાને ફેંકી દેતા હોવ તો તેનો આ રીતે રી-યુઝ કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.