સ્કિન કેર માટે લેમન પીલ પાવડર તમે બનાવી રહ્યાં હોવ, તો તે સૂકાઈ ગયેલા લીંબુથી સરળતાથી બની જશે. આ માટે તમે લીંબુના નાના-નાના કટકા કરીને થોડીવાર તડકામાં સૂકવી શકો છો. જે બાદ તેનો પાવડર બનાવી લો.
ચૉપિંગ બોર્ડની સફાઈ તમે લીંબુથી કરી શકો છો. આ માટે તમે લીંબુને વચ્ચેથી કાપી લો અને પછી તેનાથી ચોપિંગ બોર્ડને સાફ કરો.
તમે બ્લેન્ડરની સફાઈ કરવા માટે પણ લીંબુનો ઉપયોગ કરી શકો છો. ચપટી બેકિંગ સોડાની સાથે તમે લીંબુના છોડીયાને બ્લેન્ડરમાં ઘસો. આમ કરવાથી બ્લેન્ડરની સફાઈ સારી રીતે થઈ જશે.
જો લેમન પીલ પાવડર બનાવી લીધો હોય, તો તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત તમે નોર્મલ લીંબુના સ્લાઈસ અને બેકિંગ સોડાથી પણ ડસ્ટબીનને સાફ કરી શકો છો.
આઈસટ્રેમાં થોડા સૂકાયેલા લીંબુનો રસ, ખાંડ અને સિંધાલૂણ મિક્સ કરી દો. હવે તેને નોર્મલ પાણીમાં નાંખીને પીતા રહો. આમ તમારી આ શિકંજી ખૂબ જ ઝડપથી બની જશે.
સૂકાયેલા લીંબુને ફૂટ સ્ક્રબ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ માટે લીંબુને કાપીને તેને પગ અને એડીઓ પર ઘસો.
લીંબુની મદદથી તમે સિંકની સફાઈ પણ કરી શકો છે. આ માટે સૂકાઈ ગયેલા લીંબુને કાપીને સિંકમાં ઘસો અને પછી ડિશ સૉપથી સાફ કરી લો.