અંબુજા સિમેન્ટનો નફો 31 ટકા વધી રૂપિયા 1,135 કરોડ થયો


By Nileshkumar Zinzuwadiya02, Aug 2023 04:09 PMgujaratijagran.com

સંકલિત ચોખ્ખો નફો 31.21 ટકા વધ્યો

અંબુજા સિમેન્ટનો જૂન ત્રિમાસિક ગાળામાં સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે રૂપિયા 865 કરોડથી 31.21 ટકા વધીને રૂપિયા 1,135 કરોડ થયો છે.

ચોખ્ખી આવક 8.46 ટકા વધી

સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન કંપનીની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે (YoY) 8.46 ટકા વધી રૂપિયા 8,713 કરોડ થઈ છે,જે અગાઉના સમાન ગાળામાં 8,033 કરોડ હતી.

Ebitdaના મોરચે સારું ચિત્ર ઉપસી આવ્યું

Ebitda પણ 55 ટકા વધીને રૂપિયા 1,930 કરોડ થઈ છે ત્યારે Ebitda માર્જીન પણ વાર્ષિક ધોરણે 15.5 ટકાથી 6.7 ટકા વૃદ્ધિ પામી 22.2 ટકા થઈ છે.

બ્લેન્ડેડ સિમેન્ટ

બ્લેન્ડેડ સિમેન્ટમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ તથા કાર્યક્ષમતાને લગતા માપદંડોમાં નોંધપાત્ર સુધારો થવાને લીધે વોલ્યુમ વૃદ્ધિને ખૂબ જ મહત્વનો ટેકો મળ્યો છે, તેમ અંબુજા સિમેન્ટે જણાવ્યું હતું.

અનેક પરિબળોની મહત્વની ભૂમિકા

પૂર્ણકાલિન ડિરેક્ટર અને CEO અજય કપુરે જણાવ્યું હતું કે અમારી પ્રિમિયમ સિમેન્ટ પ્રોડક્ટ્સ માટે મજબૂત માંગ સાથે સંચાલકિય શ્રેષ્ઠતા, મજબૂત સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ, સેલ્સ- માર્કેટિંગને લીધે વૃદ્ધિને વિશેષ વેગ મળ્યો છે.

GST કલેક્શન જુલાઈ મહિનામાં 11 ટકા વધી રૂપિયા 1.65 લાખ કરોડ થયું