GST કલેક્શન જુલાઈ મહિનામાં 11 ટકા વધી રૂપિયા 1.65 લાખ કરોડ થયું


By Nileshkumar Zinzuwadiya01, Aug 2023 11:00 PMgujaratijagran.com

વાર્ષિક ધોરણે 11 ટકા વધારો

GST કલેક્શન જુલાઈ મહિનામાં વાર્ષિક ધોરણે 11 ટકા વધી રૂપિયા 1,65,105 કરોડ રહ્યું છે. પરોક્ષ કર વ્યવસ્થા લાગૂ થયા બાદ પાંચમી વખત GST કલેક્શન 1.6 લાખ કરોડથી વધારે રહ્યું છે.

CGSTનું યોગદાન

જુલાઈમાં CGSTનું યોગદાન રૂપિયા 29,773 કરોડ, SGST રૂપિયા 37,623 કરોડ, IGST રૂપિયા 85,930 કરોડ રહ્યું છે.

ઉપકરની આવક

આ ઉપરાંત રૂપિયા 11,779 કરોડ જેટલો ઉપકર રહ્યો છે. જુલાઈ 2023માં અગાઉના વર્ષની તુલનામાં 11 ટકા આવક રહી છે.

તમે પણ ઘરે સરળતાથી બનાવો રાજસ્થાની ચટણી, આ રહીં રેસિપી