જ્યારે ખોરાક ગળામાં ફસાઈ જાય ત્યારે શું કરવું?, આવો જાણીએ


By Jivan Kapuriya22, Jul 2023 03:10 PMgujaratijagran.com

જાણો

ઘણીવાર જમતી વખતે લોકોના ગળામાં ખોરાક ફસાઈ જાય છે. તે જ સમયે આ સમસ્યા એલર્જી અથવા ગળામાં ઇજાના કારણે પણ હોઈ શકે છે. જેથી જો ખોરાક ગળામાં ફસાઈ જાય તો આ રીત અપનાવો.

પાણી પીવો

જો જમતી વખતે ખોરાક ગળામાં ફસાઈ જાય તો તરત જ પાણી પીવો. પુષેકળ પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી તમે ગળામાં ખોરક ફસાઈ જવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

પાણીના કોગળા

જો પાણી પીધા પછી પણ ગળામાં ફસાયેલ ખોરાક બહાર ન આવતો હોય તો પાણીથી કોગળા કરો. મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળામાં ભરાયેલું લાગવું, દુખવો એન ગળાના સોજાથી રાહત મળે છે.

મધ

એન્ટી-સેપ્ટિક ગુણોથી ભરપૂર મધનું સેવન કરવાથી ગળાની સમસ્યા દૂર થાય છે. એટલા માટે નવશેકા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ફસાયેલ ખોરાકને દૂર કરી શકાય છે.

હળદર

જ્યારે ખોરાક ગળામાં ફસાઈ જાય ત્યારે હળદરનું સેવન કરવાથી આરામ મળશે. ગુણોથી ભરપૂર હળદરને દૂધ અથવા નવશેકા પાણીમાં મિક્સ કરીને ખાવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.

ગરમ પીણું

ગરમ પાણીનું સેવન કરવાથી ખોરાક ગળામાં ફસાઈ જવાની સમસ્યા દૂર થઈ શકે છે. તેથી નવશેકા પાણી અને લીંબુનો રસ, ચા,સૂપ કે કોફી વગેરેનું સેવન કરવાથી રાહત મળે છે.

ગળામાં ફસાયેલ ખોરાકની સમસ્યામાંથી આ રીતે રાહત મેળવો.

Diabetes Remedies: ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ છે કાલા નમક