સ્તનપાન કરાવવાથી માત્ર તમારા શિશૂને જ નહીં, પરંતુ તમને પણ અનેક લાભ મળી શકે છે. નિયમિત બ્રેસ્ટફીડિંગ કરાવવાથી બૉડીનું વજન ઓછું થઈ શકે છે.
સી-સેક્શન ડિલિવરીના 2-3 સપ્તાહ બાદ શરીરની માલિશ કરવાથી મોટાપો ઓછો કરી શકાય છે. આ માટે દરરોજ બૉડી મસાજ કરવાથી ડિલિવરી બાદ વજન ઘટાડવામાં સરળતા રહેશે.
સી-સેક્સન ડિલિવરી થયાના તરત બાદ ભારે એક્સરસાઈઝથી બચવું જોઈએ. આ માટે ડિલિવરી બાદ વૉક કરવાથી ખોરાક પચાવવામાં અને કેલરી બર્ન કરવામાં મદદ મળશે.
ડિટૉક્સ વૉટર પાણીનો સ્વાદ વધારવા સાથે બૉડીમાં જમા ટૉક્સિનને ઓછો કરી શકે છે. આથી ડિટૉક્સ વૉટરનું સેવન કરવાથી ડિલિવરી બાદ ફેટ ઓછો થઈ શકે છે.
સી-સેક્સન ડિલિવરી બાદ ડૉક્ટરની સલાહ પર 1-2 મહિના બાદ એક્સરસાઈઝ કરવાનું શરૂ કરી શકાય છે. આ દરમિયાન હળવી કસરત અથવા યોગથી શરૂઆત કરવી સારું રહેશે.
સી-સેક્સન ડિલિવરી બાદ મોટાપો ઓછો કરવા માંગો છો, તો હેલ્ધી ફૂડ્સે ડાયટમાં સામેલ કરો. જ્યારે જંક તેમજ પ્રોસેસ્ડ ફૂડ્સ બૉડીનું વજન વધારી શકે છે.