ગરમીમાં આવી રીતે કરો દિવસની શરૂઆત, રહેશો ફ્રેશ અને એનર્જીથી ભરપુર


By Sanket M Parekh2023-04-27, 16:16 ISTgujaratijagran.com

ભરપુર પાણી પીવો

ગરમીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સામાન્ય છે. આથી તમારે ભરપુર પાણી પીવું જોઈએ. આ સાથે જ આપ જ્યૂસ, નારિયેળ પાણી, છાશ વગેરે લઈ શકો છો.

એક્સરસાઈઝ કરો

દરરોજ તમારે દિવસની શરૂઆત એક્સરસાઈઝથી કરવી જોઈએ. એક્સરસાઈઝ કરવાથી બૉડી હેલ્ધી અને ફિટ રહે છે. જેથી તમને આળસ, થાક અને સુસ્તી નથી રહેતી. આ સાથે તમે એનર્જીથી ભરપુર રહો છે.

લીંબુ પાણી પીવો

લીંબુ પાણી પીવાથી તમારી બૉડીમાંથી તમામ ટૉક્સિક બહાર નીકળી જાય છે. તમે દરરોજ સવારે લીંબુ પાણીનું સેવન કરી શકો છો. જે તમારી ઈમ્યૂનિટી પણ વધારે છે.

વેજિટેબલ જ્યૂસ પીવો

આયરન, વિટામિન તેમજ મિનરલના ગુણોથી ભરપુર વેજિટેબલ જ્યૂસ પીવાથી તમે ફ્રેશ રહો છો. જે તમને અનેક ગંભીર સમસ્યાથી છૂટકારો અપાવે છે.

પુરતી ઊંઘ જરૂરી

તમારે ઓછામાં ઓછી 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવી જ જોઈએ. જેથી તમે બીજા દિવસે સવાર ઉઠ્યા બાદ ફ્રેશ ફીલ કરશો.

ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજી ગુણકારી, ટ્રાય કરવાથી સુગર રહેશે કંટ્રોલમાં