ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજી ગુણકારી, ટ્રાય કરવાથી સુગર રહેશે કંટ્રોલમાં


By Sanket M Parekh2023-04-27, 16:10 ISTgujaratijagran.com

ભિંડા

ડાયાબિટીસના દર્દીઓ માટે ભિંડા બેસ્ટ ઑપ્શન છે. ભિંડામાં સ્ટાર્ચ નથી હોતો અને લિક્વિડ ફાઈબર મળી આવે છે. ભિંડા સરળતાથી પચે છે, જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

ગાજર

ગાજરમાં ભરપુર માત્રામાં વિટામિન એ અને અઢળક મિનરલ્સ મળી આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવામાં ગાજર જરૂર સામેલ કરવા જોઈએ.

કોબિજ

કોબિજ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કોબિજમાં સ્ટાર્ચની માત્રા ઓછી હોય છે. આ ઉપરાંત કોબિજ એન્ટી ઑક્સીડેન્ટ્સ અને વિટામિન્સથી ભરપુર છે.

લીલા શાકભાજી

પાલક, દૂધી, મેથી જેવી લીલા પત્તાવાળા શાકભાજી અને બ્રોકલીને ડાયટમાં સામેલ કરી શકાય છે. લીલા શાકભાજી ફાઈબરથી ભરપુર હોય છે. આ શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

ટામેટા

વિટામિન-સીનો ઉમદા સ્ત્રોત ટામેટા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં સહાયક છે. ટામેટામાં લિકોપીન નામનો શક્તિશાળી એન્ટી ઑક્સીડેન્ટ મળી આવે છે, જે બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરે છે.

આદુ

આદુ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક મનાય છે. જેમાં રહેલા ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.

શું 13 વર્ષ મોટા એક્ટરને ડેટ કરી રહી છે અનન્યા પાંડે?