ઉનાળામાં સ્વા્સ્થ્યની જાળવણી રાખવી ખૂબ જરૂરી છે, વધુ પડતી ગરમીને લીધે લૂ, ડીહાઈડ્રેશન, ડાયેરીયા અને ત્વચા સંબધિત સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય જો તમે ઉનાળામાં બહાર નીકળો છો તો સૂર્યપ્રકાશના હાનિકારક UV રેયસ પણ તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. માટે આ કાળઝાળ ગરમીમાં તમારી આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા તમે આ ઉપાયો અજમાવી શકો છો
તમે જ્યારે પણ બહાર તડકામાં જાવ છો ત્યારે તમારે સનગ્લાસિસ અચુકથી પહેરવા જોઈએ, આ તમને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવશે.
ઉનાળામાં બને તેટલું તડકામા જવાનું ટાળવું જોઈએ, વધું પડતા તડકામાં બહાર રહેવાથી શરીર અને આંખો બંનેને નુકસાન થાય છે.
ઉનાળામાં પૂષ્કળ પાણી પીવાની સાથે, ઠંડા પાણીથી મોં અને આંખ બંને ને સારી રીતે ધોઈ લો. આનાથી ત્વચા અને આંખોને રાહત મળે છે
તડકામાં બહાર જતી વખતે આંખોને ઢાંકવા માટે ટોપીનો ઉપયોગ કરો, જેથી સીધો તડકો તમારી આંખો પર ન લાગે
તડકામાં બહાર જતી વખતે આંખોને ઢાંકવા માટે ટોપીનો ઉપયોગ કરો, જેથી સીધો તડકો તમારી આંખો પર ન લાગે
તડકામાં ગરમીને કારણે આંખોમાં ખંજવાળ અને બળતરા થઈ શકે છે, પરંતુ આંખોને વધારે ઘસવાથી આંખો તકલીફ થઈ શકે છે.
જો તમારે તડકામાં વધુ કામ રહેતું હોય અને તમારી આંખોમાં તકલીફ રહેતી હોય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.