Cleaning tips: ગંદી ટાઇલ્સને ચમકાવવા માટે આ સરળ ટ્રીક્સ અપનાવો


By Smith Taral28, May 2024 01:13 PMgujaratijagran.com

ઘરની સફાઈ કરતી વખતે ઘણીવાર આપણે ટાઈલ્સ સાફ કરવાનું ભૂલી જતા હોય છે, જેના લીધે ટાઈલ્સ દિવસે દિવસે વધું ગંદી થઈ જાય છે. જો તમારા ઘરમાં પણ ટાઈલ્સ વધું ગંદી થઈ ગઈ હોય તો તેને આ રીતે સાફ કરી શકો છો. ટાઇલ્સને ચમકાવવા માટે આ સરળ ટિપ્સ જાણી લો

બેકિંગ સોડા

ટાઇલ્સ પર જામેલી ગંદકીને સાફ કરવા માટે ખાવાનો સોડાનો ઉપયોગ કરી શકો છો. બેંકીગ સોડાને પાણીમાં રેડી, તેને સ્પ્રે બોટલ ભરી તેને ટાઇલ્સ પર સ્પ્રે કરો. હવે તેને 10-15 મિનિટ સુધી રહેવા દો અને પછી ભીના સ્પોન્જથી ટાઇલ્સ સાફ કરી લો

બ્લીચ

બ્લીચ પણ ગંદી ટાઈલ્સ સાફ કરવા માટે ઘણું ઉપયોગી છે, આ માટે એક મોટા વાસણમાં પાણી લો, તેમાં 8-10 ચમચી બ્લીચ ઉમેરો, હવે આ પાણીને ટાઈલ્સ પર સ્પ્રે કરો અને થોડા સમય તેને રહેવા દઈ પછી તેને કપડાથી સાફ કરી લો

મીઠું

મીઠાથી પણ તમે ટાઈલ્સ સાફ કરી શકો છો, આ માટે એક કપડામાં મીઠું છાંટી દો અને તેને ટાઈલ્સ પર ઘસો. હવે તેને થોડા કલાકો પછી પાણી ઉમેરીને સાફ કરી લો.

લીંબુનો રસ

લીંબુનો રસથી બાથરૂમની ટાઇલ્સ સાફ કરી શકાય છે. આ માટે તમે બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને ટાઇલ્સને ચમકાવી શકો છો.

લીંબુનો રસ

લીંબુનો રસથી બાથરૂમની ટાઇલ્સ સાફ કરી શકાય છે. આ માટે તમે બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને ટાઇલ્સને ચમકાવી શકો છો.

વિનેગર

વિનેગરને સમાન માત્રામાં પાણીમાં મિક્સ કરી લો, હવે આ પાણીમાં એક કપડું પલાળી તેને ટાઇલ્સ પર ઘસો. આમ કરવાથી ટાઈલ્સ સારી રીતે સાફ થઈ શકે છે.

વંદાને ભગાડવા માટે અજમાવો આ સરળ રીત, ઉપયોગમાં લો ઘરનીજ કેટલીક વસ્તુઓ