ખરાબ આહાર અને યોગ્ય કાળજી ન લેવાને કારણે વાળ સફેદ થવા લાગે છે.વાળના સફેદ થતા અટકાવવાની રીત જાણી લો.
સફેદ વાળ થતા અટકાવવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાઉડર મિક્સ કરી થોડું ઠંડુ થાય ત્યારે તેને તમારા વાળમાં લગાવા 30 મિનીટ પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.
અકાળે સફેદ વાળને અટકાવવા માટે મહેંદી પાવડરમાં કોફી પાવડર અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. હવે તેમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી તેને વાળમાં 1 કલાક માટે લગાવો.
તલનું તેલ તમને વાળના અકાળે સફેદ થતા અટકાવવામાં મદદ કરી શકે છે. તેમાં સરસવ કે બદામનું તેલ મિક્સ કરીને લગાવવાથી માથાની ત્વચા સ્વસ્થ રહેશે.
વાળને કાળા કરવા માટે હિબિસ્કસના ફૂલો અને પાંદડાની મદદ લો. રાત્રે સૂતા પહેલા તેને પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીથી વાળ ધોઈ લો.
કાળા અખરોટની છાલનો પાવડર બનાવી તેને હુંફાળા પાણીમાં 6 થી 7 કલાક પલાળી પછી તેને વાળમાં લગાવીને સાદા પાણીથી વાળ ધોઈ લો.
વાળને સફેદ થતા રોકવા માટે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. ઝિંક, કોપર, આયર્ન અને વિટામીન B12 થી ભરપૂર ખોરાક લો.
વાળ સફેદ થતા રોકવા માટે આ બધી પદ્ધતિઓ અપનાવો, સ્વાસ્થ્ય સંબંધિત આવ અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.