ખાદ્યપદાર્થો સુગંધ કે પછી જોઈને પણ ઘણા લોકોને ભૂખ નથી લાગતી. તો ઘણી વખત પેટની સમસ્યાને કારણે પણ ભૂખ નથી લાગતી.ચાલો જાણીએ ભૂખ વધારવાના ઉપાય.
જો તમને પણ સમયસર ભૂખ નથી લાગતી તો તમે હુંફાળા દૂધમાં એક ચમચી ત્રિફળા પાવડરનું નિયમિત સેવનથી ભૂખ વધે છે.
ભૂખ વધારવા માટે ગ્રીન ટીને એક સારો ઘરેલું ઉપાય માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી ભૂખ વધારવાની સાથે ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.
ઉનાળાની ઋતુમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. તેથી રોજ લીંબુ પાણી પીવાથી ભૂખ પણ વધે છે.
અજમાનું સેવન પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ માટે ઘરેલું ઉપચાર છે. અપચો કે ભૂખ ન લાગવાની સ્થિતિમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો.
જો તમને સમયસર ભૂખ ન લાગે અથવા તો કંઈ ખાવાનું મન ન થતું હોય તો તમે જ્યુસનું સેવન કરી શકો છો.
જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.