માત્ર 30 દિવસમાં વજન ઉતારવા માટે આ સરળ ઉપાયો અજમાવો


By Smith Taral17, Apr 2024 02:06 PMgujaratijagran.com

શું તમે જાણો છો કે તમે માત્ર 30 દિવસમાં વજન ઘટાડી શકો છો, આ માટે તમારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે અને નિયમીત રીતે કસરત અને હેલ્ધી ફુડનું સેવન કરવું પડશે. ચાલો જાણીએ કેવી રીતે તમે ઝડપથી વજન ઓછુ કરી શકો છો

પૂરતી ઊંઘ છે જરુરી

પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે, પૂરતી ઉંઘ લેવાથી શરીરને એનર્જી તો મળે જ છે સાથે સાથે તણાવ પણ દૂર થાય છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે

જીરાનું પાણી પીવો

રાત્રે એક ગ્લાસ પાણીમાં જીરાને પલાળી રાખી તેને ઉકાળી અને ગાળીને સવારમાં પીવો, આનાથી વજન ઝડપથી ઘટે છે.

પૂરતું પાણી પીવો

પૂરતું પાણી પીવાથી વજન ઘડાડવામાં ઘણી મદદ મળે છે, આ સિવાય તમે ફળોના રસનું પણ સેવન કરી શકો છો.

ખાંડયુક્ત ખોરાક ખાવાનું ટાળો

ખાંડયુક્ત ખોરાક વજનમાં ઝડપથી વધારો કરે છે. તેથી મીઠાઈ, ચા, કોફી વગેરેનું સેવન ટાળો. જો તમને મીઠાઈ ખાવાનું મન થાય તો ફળ અને મધનું સેવન કરો

હૂંફાળું પાણી પીવો

હૂંફાળું પાણી પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે અને પાચનક્રીયા સુધરે છે. નવશેકું પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી પણ વજન ધટાડવામાં મદદ મળે છે.

જીરાનું પાણી પીવો

રાત્રે એક ગ્લાસ પાણીમાં જીરાને પલાળી રાખી તેને ઉકાળી અને ગાળીને સવારમાં પીવો, આનાથી વજન ઝડપથી ઘટે છે.

નાસ્તો કરવો આવશ્યક છે

વજન ઘટાડવા માટે ભોજન છોડી દેવું જોઈએ, આ એક મોટો ભ્રમ છે. તમે નાસ્તો અથવા ભોજન બિલકુલ છોડશો નહીં તેનાથી નબળાઈ આવે છે. તમે સવારના નાસ્તામાં હળવો ખોરાક જેમ કે ઓટ્સ, પોરીજ, ફળ વગેરે લઈ શકો છો

ફાઇબરયુક્ત ખોરાક

બપોરના ભોજનમાં ફાઈબર, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર ખોરાક લો, જેમ કે લીલા અને તાજા શાકભાજી, સલાડ, બ્રેડ કે ભાત તમે કંઈપણ ખાઈ શકો છો,

તમે પણ આ ઉપાયો અજમાવીને તમારું વજન નિયંત્રિત કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

તમારા ખાસ દિવસ પર આ સુંદર મહેંદી ડિઝાઇન બનાવીને તેને વઘુ ખાસ બનાવો