તમારા ખાસ દિવસ પર આ સુંદર મહેંદી ડિઝાઇન બનાવીને તેને વઘુ ખાસ બનાવો


By Smith Taral17, Apr 2024 11:51 AMgujaratijagran.com

જો તમે પણ મહેંદીની અવનવી સુંદર ડીઝાઈન શોધી રહ્યા હોવ તો આ સ્ટોરી તમારી માટે છે. અહીં કેટલીક મહેંદીની ડીઝાઈન અને પેટર્ન છે જે તમે તમારા સ્પેશિયલ દિવસ ઉપર બનાવી શકો છો

ચાંદ-ડિઝાઇન મહેંદી

આ ભવ્ય ચાંદ-મોટિફ મહેંદી ડિઝાઇનને તમે શુભ પ્રસંગ માટે પસંદ કરી શકો છો. આ સુંદર ડિઝાઈન માટે તમે ટેસેલ્સ, લેમ્પ અને સ્ટાર મોટિફ્સ સાથે ડીટેલીંગ ઉમેરી શકો છો.

વન સાઈડેડ બેલ મહેંદી

વન સાઈડેડ બેલ મહેંદીમાં ફ્લોરલ મોટિફ્સ, નાના પાંદડા અને સુંદર ડોટ્સની ક્રીએટીવીટી કરી તમારા હાથની સુંદરતા વધારી શકાય છે

હાથફૂલ ડિઝાઇન

આ મહેંદી ડિઝાઇન Gen-Z અને મેલીનીયલ્સ નવવધૂઓમાં ઘણી ફેમસ છે, ટ્રેડીશનલ આઉટફીટ પર આ ડીઝાઈન ખૂબ સુંદર લાગે છે

હાફ હેન્ડ મહેંદી ડિઝાઇન

જો તમને ફુલ હેન્ડ મહેંદી ડીઝાઈન પસંદ ના હોય , તો તમે ફ્લોરલ પેટર્ન, વેવી ડિઝાઇન અને નાના ડોટ્સ જેવી આ હાફ હેન્ડ મહેંદી ડિઝાઇન પસંદ કરી શકો છો

ચક્ર-ડિઝાઇન મહેંદી

ચક્ર-ડિઝાઇન મહેંદીમા વચ્ચે મિનીમલ ચક્ર, આંગળી પર ટેઈલ ડિઝાઇન અને બ્રેસલેટ પેટર્ન હોય છે. આ તમારા હાથ પર રોયલ ફીલ અપાવે છે

અલ્તા મહેંદી ડિઝાઇન

અલ્તા મહેંદી ડિઝાઇન ક્યારેય આઉટ ઓફ ટ્રેન્ડ જતી નથી, આ બનાવવામા પણ સરળ છે અને કોઈપણ બ્રાઇડલ લુક મા પરફેક્ટલી સુટ થાય છે

રિંગ મહેંદી ડિઝાઇન

આ સરળ રીંગ મહેંદી ડિઝાઈન કોઈપણ લુક પર સુંદર દેખાવ આપે છે, ખાસ કરીને જો ટ્રેડીશનલ જ્વેલરી સાથે તે સુંદર રીત મેચ કરે છે. તમે સુંદર નેઇલ આર્ટ વડે પણ તમે લુકને અપલિફ્ટ કરી શકો છો.

કાચી કેરીને નેચરલ રીતે પકાવવાની રીત