સૌપ્રથમ એક કોથળાના શણીયો પાથરી અને તેના પર એક જૂનું છાપું પાથરીને તેના પર એક એક કેરી ઊભી ગોઠવો.
હવે કેરીના છેડાનો ભાગ એકબીજાને અડે નહીં અને તે તુટે નહીં તેનું તેનું ખાસ ધ્યાન રાખવું.
હવે વચ્ચે-વચ્ચે એક-એક ડુંગળી મૂકો, જોકે કોઈપણ ડુંગળી મૂકી શકો પરંતુ જો સફેદ ડુંગળી હોય તો બેસ્ટ રહેશે.
હવે તેના પર ફરીથી એક છાપુ પાથરી જો કેરી વધારે હોય તો આ જ રીતે કેરીનો બીજો થર લગાવવો અને વચ્ચે બે-ત્રણ ડુંગળી મૂકો.
લાસ્ટમાં તેના પર છાપુ અને તેની ઉપર કોથળાથી ચારેય બાજુથી ઢાંકી દો જેથી ક્યાંયથી હવા અનંદર ન જાય.
આ રીતે ગરમીમાં કેરી જાતે જ કાર્બન છોડીને કેરી કુદરતી રીતે પાકવા લાગે છે અને તેમાંથી સરસ સુગંધ પણ આવશે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.