દાંતને મજબૂત બનાવવા માટે અજમાવો આ દેશી નુસખા, થશે ફાયદો


By Sanket M Parekh28, Apr 2023 04:00 PMgujaratijagran.com

સરસવનું તેલ અને મીઠું

દાંતોની મજબૂતિ અને પેઢાના સ્વાસ્થ્ય માટે સરસવનું તેલ અને મીઠાનો ઉપયોગ કરી શકાય છે. જે એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયન હોવાથી બેક્ટેરિયાથી બચાવ કરે છે.

આંબળાનો પાવડર

આંબળાનો પાવડર અને 2 ચમચી પાણીનું મિશ્રણ લઈ બનાવેલી પેસ્ટને દાંત પર લગાવો. જેથી તમારા દાંત મજબૂત અને ચમકદાર બનશે.

લીંબુ

લીંબુ દાંતોના બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે, જેના કારણે દાંત મજબૂત બને છે. લીંબુના રસને એક ગ્લાસ પાણીમાં મિલાવીને કોગળા કરવો જોઈએ.

ફૂદીનાનું તેલ

ફૂદીનાનું તેલમાં દાંતની સમસ્યા દૂર કરવાના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઈક્રો બેક્ટેરિયલ ગુણ હોય છે. જે દાંત હલવાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

જામફળના પત્તા

આ પત્તા ચાવવાથી દાંત મજબૂત થાય છે. જામફળના પત્તાને પીસીને પેસ્ટ બનાવીને તેનાથી મસાજ પણ કરી શકાય છે. જેથી દાંતોની સેન્સેટિવિટી દૂર થાય છે.

તુલસી

તુલસી મોંઢાને સંક્રમણથી બચાવે છે અને તેનાથી બેક્ટેરિયા ઓછા થાય છે. આ સિવાય મોંઢામાંથી વાસ અને કેવિટીની સમસ્યામાં પણ રાહત મળે છે.

સિઝેરિયન ડિલિવરી બાદ પેટ વધી ગયાની ચિંતા છોડો, ફૉલો કરો વેટ લૉસ કરવાની આસાન ટિપ્સ