ફ્રિજ વગર પણ તમે દહીંને આ રીતે ફ્રેશ રાખી શકો છો


By Jivan Kapuriya20, Jul 2023 06:51 PMgujaratijagran.com

જાણો

દહીં મોટાભાગે ઘરે જ જમાવવામાં આવે છે, પરંતુ તેને તાજું રાખવું પણ એક મોટું કામ છે.આવી સ્થિતિમાં આજે અમે તમને ફ્રિજ વગર દહીંને તાજું રાખવાની ટિપ્સ જણાવીશું.

માટીના વાસણ

સામન્ય જગ્યાએ દહીંને માટીના વાસણમાં રાખો . આમાં તે કુદરતી રીતે ઠંડુ રહે છે.

વાસણને પાણીમાં રાખો

માટીના વસણનો ઉપયોગ કરતા પહેલા તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને તેનો ઉપયોગ કરો.

ભીના કપડાથી ઢાંકી રાખો

દહીંને વાસણમાં રાખતા પહેલા તેને હંમેશા ભીના કપડાથી ઢાંકી દો. આ તેને તાજું રાખશે.

ગરમીથી દૂર રાખો

રસોડાની ગરમીથી દહીંને બને તેટલું દૂર રાખો.આવું કરવાથી તે ખાવા લાયક રહેશે.

વાસણને ખોલશો નહીં

એકવાર તમે દહીંને વાસણમાં પેક કરી દીધા પછૂ તેને વારંવાર ખોલશો નહીં.

આઇસ બોક્સ

જો તમારી પાસે ફ્રિજ ન હોય, તો તમે તેના બદલામાં આઇસ બોક્સનો ઉપયોગ કરી શકો છો.

દહીં માટે તાપમાન

દહીંને તાજું રાખવા માટે મહત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું હોય છે.

જો તમે ફ્રિજ વગર લાંબા સમય સુધી દહીંને ફ્રેશ રાખવા માંગો છો, તો તમે આ ટિપ્સ અપના

ચીકણા વાળની સમસ્યા મિનિટોમાં થશે દૂર, બસ અજમાવી જુઓ આ દેશી નુસખા