ચીકણા વાળની સમસ્યા મિનિટોમાં થશે દૂર, બસ અજમાવી જુઓ આ દેશી નુસખા


By Sanket M Parekh18, Jul 2023 04:42 PMgujaratijagran.com

એપલ વિનેગાર

ઓછામાં ઓછું એક લીટર પાણી લો. જેમાં એક કપ એપલ વિનેગાર મિક્સ કરી દો. જે બાત આ પાણીથી વાળને સારી રીતે ધોઈ નાંખો. જેથી વાળની ચીકાશ ઓછી થઈ જશે.

ગુલાબ જળ

કૉટનની મદદથી ગુલાબ જળને સ્કેલ્પ પર સારી રીતે લગાવો. જેથી સ્કેલ્પ સાફ રહેશે અને PH લેવલ પણ બેલેન્સ રાખવામાં મદદ મળશે.

ટામેટા અને મુલતાની માટી

આ માટે ટામેટાને ક્રશ કરીને તેમા અડધી ચમચી મુલતાની માટી મિક્સ કરીને પેક તૈયાર કરી લો. હવે તેને સ્કેલ્પ પર લગભગ અડધા થી એક કલાક સુધી લગાવીને રાખ્યા બાદ નોર્મલ પાણીથી ધોઈ નાંખો.

લીંબુ લગાવો

સ્કેલ્પ પર લીંબુના રસને પાણી સાથે મિક્સ કરીને લગાવી લો અને લગભગ 15 થી 20 મિનિટ બાદ વાળને હુંફાળા પાણીથી ધોઈ નાંખો. વાળમાંથી પરસેવો અને ચીકાસ સાફ થઈ જશે.

બેકિંગ સોડા

જેનો ઉપયોગ કરવા માટે બેકિંગ સોડાને પાણી અથવા તેલમાં મિક્સ કરીને માથાના સ્કેલ્પ પર સારી રીતે મસાજ કરો. જે બાદ માઈલ્ડ શેમ્પુથી માથુ ધોઈ નાંખો.

બેસન અને દહી

વાળમાંથી એક્સ્ટ્રા ઑઈલ હટાવવા માટે બેસન અને દહી મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવો અને 10-15 મિનિટ માટે રહેવા દો. જે બાદ થોડી વાર માલિશ કર્યા બાદ સ્વચ્છ પાણીથી ધોઈ નાંખો.

નેલ પોલીશ દૂર કરવાની કુદરતી રીતો, નેલ રીમુવર વગર નેલ પોલીશ આ રીતે દૂર કરો