નેલ પોલીશ દૂર કરવાની કુદરતી રીતો, નેલ રીમુવર વગર નેલ પોલીશ આ રીતે દૂર કરો


By Jivan Kapuriya17, Jul 2023 03:07 PMgujaratijagran.com

જાણો

નેલ પોલીશ દૂર કરવા માટે મહિલાઓ નેલ પોલીસ રીમુવરનો ઉપયોગ કરતી હોય છે. જે ઘણા કેમિકલથી ભરેલા હોય છે. એટલા માટે નખમાંથી નેલ પોલીશ દૂર કરવા માટે આ કુદરતી રીતોને અપનાવો.

વિનેગર

વિનેગરમાં રહેલા એસિડિક ગુણ નેલ પોલીશને દૂર કરી શકે છે. તેથી સરખી માત્રામાં વિનેગરની સાથે લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણમાં કોટન પલાળીને નખ સાફ કરો.

આલ્કોહોલ

આલ્કોહોલનો ઉપયોગ કરીને નેલ પોલીશને પણ દૂર કરી શકાય છે. તેથી કોટનને આલ્કોહોલમાં બોળીને તમારા નખ પર ઘસવાથી નેલ પાલીશ દૂર થઈ શકે છે.

સેનિટાઈઝર

સેનિટાઈઝરમાં આલ્કોહોલ જોવા મળે છે, જે નખમાંથી નેલ પાલીશ દૂર કરી શકે છે. તેના માટે કોટનની મદદથી નખ પર સેનિટાઈઝર લગાવીને હળવા હાથે ઘસવાથી નેલ પાલીશ દૂર કરી શકાય છે.

લીંબુ

નેલ પાલીશને દૂર કરવા તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ તમારા નખને થોડા સમય માટે હૂફાળા પાણીમાં પલાળી રાખો. આ પછી નખ પર લીંબુના ટુકડા ઘસવાથી નેલ પાલીશ દૂર થાય છે.

DIO

નખ પર DIO લગાવવાથી નેલ પોલીશ સાફ કરી શકાય છે. તેથી કોટન અથવા સુતરાઉ રૂમાલની મદદથી તમારા નખને DIO ઘસીને નેલ પોલીશ દૂર કરી શકો છો.

નેલ પોલીશ

શું તમે જાણો છો કે નેલ પોલીશની મદદથી બીજા નેલ પોલીશ પણ દૂર કરી શકાય છે. નેલ પોલીશ ઉપર બીજો નેલ પોલીશ લગાવીને કોટનની મદદથી નેલ પોલીશ સાફ કરી શકો છો.

આ સરળ રીતોથી તમે ઘરે નેલ પોલીશ રીમુવર વગર નેલ પોલીશ દૂર કરી શકો છો.

ખોટા ખર્ચા રોકવા માટે અપનાવી જુઓ આ જાદુઈ ટિપ્સ, જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી