ખોટા ખર્ચા રોકવા માટે સૌ પ્રથમ જરૂરી છે કે, તમે શરૂઆતથી જ તમારું એક બજેટ તૈયાર કરી લો. આમ કર્યા બાદ પાછળથી બજેટ અનુસાર ચાલવાનો પ્રયત્ન કરો.
સામાન ખરીદતા સમયે અથવા શૉપિંગ કરતા સમયે UPI અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની જગ્યાએ રોકડમાં રૂપિયા ખર્ચો. આમ કરવાથી તમને તમારા ખર્ચાનો અંદાજો રહેશે.
જો ક્યાંક શૉપિંગ પર જવાનો પ્લાન હોય, તો તેની પહેલા એક લિસ્ટ તૈયાર કરી લો. જે વસ્તુઓની તમારે જરૂરત છે, તેને નોટ કરીને શૉપિંગ કરવા જવું યોગ્ય રહેશે. આમ કરવાથી તમે કાળજીપૂર્વક ખર્ચ કરશો.
જો તમને બજારમાં કોઈ વસ્તુ પસંદ પડે, તો તેને ખરીદતા પહેલા એક વખત જરૂર વિચારજો કે, આ વસ્તુની તમારે જરૂરિયાત છે કે કેમ?
જો તમે ખોટા ખર્ચ ટાળવા ઈચ્છતા હોવ, તો બિનજરૂરી શૉપિંગ એપ્સને એક્સ્પ્લોર કરવાનું ટાળો. એવું કહેવાય છે કે, બિનજરૂરી ખર્ચા આવી શૉપિંગ એપ્સથી જ શરૂ થાય છે.
કોઈ હોટલમાં ખાવા જતા સમયે અથવા મૉલમાં જતી વખતે સમજદારીપૂર્વક સારી જગ્યા પસંદ કરો. એવી જગ્યા પર જવાનો પ્રયત્ન કરો, જે સારી હોવાની સાથે-સાથે ત્યાં તમારી જરૂરિયાતની વસ્તુ વધારે મોંઘી ના પડે.
જો તમે અને તમારો પાર્ટનર જોઈન્ટ એકાઉન્ટમાં પોત-પોતાની સેલેરીનો કેટલોક હિસ્સો જમા કરાવે, તો તે બેસ્ટ સાબિત થઈ શકે છે. આમ કરવાથી ખર્ચ બાદ પૈસાની પણ બચત થઈ શકે છે.