આજના સમયમાં વાળમાં ઝડજથી કલર કરવા માટે લોકો ડાયનો ઉપયોગ કરે છે. જેમાં ઘણા કેમિકલ હોય છે. જ્યારે મહેંદી એક કુદરતી છોડ આધરીત હેર ડાય છે. વાળને કલર કરવાની સાથે તે ઘણા ફયદા પણ આપે છે. ચાલો જાણીએ એ ફાયદાઓ વિશે.
મહેંદી એક કુદરતી હેર ડાય છે, જે વાળને લાલ અને ભૂરા બનાવવામાં મદદ કરે છે. તેમાં હાનિકારક તત્વો નથી હોતા , જેના કારણે આપણા વાળ એકદમ સુરક્ષિત રહે છે.
મહેંદીમાં કન્ડીશનીગ પ્રોપર્ટીઝ હોય છે. જે વાળને પોષણ અને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. તેનાથી વાળ ખૂબ જ કોમળ બને છે.
તે વાળના વિકાસમાં પણ મદદરૂપ સાબિત થાય છે. મહેંદીમાં કુદરતી સંયોજનો હોય છે. જે વાળના ફોલિકલ્સને મજબૂત કરવા અને તંદુરસ્ત વાળને વધારવાનુ કામ કરે છે.
મહેંદીના ઉપયોગથી પણ ખોડાથી છુટકારો મેળવી શકાય છે. તેમાં એન્ટિ-માઈક્રોબાયલ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ખોડો અને માથાની અન્ય સમસ્યા પણ દુર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
મહેંદીમાં ઠંડકના ગુણો હોય છે, જેમાથી ચામડીને આરામ આપવામાં અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે.
જો તમારા વાળ તૈલી હોય તો મહેંદીમાં મુલતાની માટી મિક્સ કરીને માથા પર 3-4 કલાક લગાવો. આમ કરવાથી તૈલી વાળથી છુટકારો મેળવી શકાય છે.
મહેંદી વાળને પોષણ આપવાના સાથે જ મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના ઉપયાગથી વાળનું PH લેવલ સંતુલિત રહે છે.