ટૂવાલથી પણ વાળ ખરાબ થઇ શકે છે, જાણો


By Hariom Sharma14, Jul 2023 09:16 PMgujaratijagran.com

ખરાબ ટૂવાલના ઉપયોગથી પણ વાળને ઘણી સમસ્યા થઇ શકે છે, પરંતુ સાફ ટૂવાલથી પણ વાળને લગતી ઘણી મુશ્કેલીનું કારણ બની શકે છે. આવો જાણીએ ટૂવાલથી વાળ કેવી રીતે ખરાબ થઇ શકે છે.

વાળ કાચા થવા

જો તમે તમારા ટૂવાલથી વાળને રૂફ ટોપિંગ એટલે કે માથામાં લપેટીને રાખો છો, તો સ્કેલ્પમાં પાણી જવાનું કારણ બની શકે છે. આનાથી તમારા વાળની નમી વધી શકે છે, જેનાથી વાળ કાચા થવાની સમસ્યા થઇ શકે છે અને વાળ તૂટવા લાગે છે.

વાળનો ઘસારો

જ્યારે ટૂવાલથી વાળને વધુ ઘસવામાં આવે છે તો આ વાળ માટે નુકસાનકારક બની શકે છે. ટૂવાલ વાળને શુષ્ક બનાવી શકે છે, જે સ્વસ્થ વાળ માટે હાનીકારક છે.

નમી ઘટવી

જ્યારે તમે ટૂવાલથી તમારા વાળને સાફ કરો છો, ત્યારે તેમાં રહેલી નમીમાં નુકસાન પહોંચી શખે છે. ટૂવાલના કારણે વાળની પ્રાકૃતિક નમી રહેતી નથી, તેના કારણે શુષ્ક અને બ્રિટલ બની શકે છે, જે વાળ ખરવાનું કારણ પણ બની શકે છે.

વાળ પાતળા થવા

વાળને સૂકવવા માટે જો વાળમાં ટૂવાલ વધુ ઘસો છો તો આવું કરવાથી વાળ પાતળા થઇ શકે છે. આના પાછળનું કારણ એ છે કે આ વાળની ઊર્જાને ઘટાડે છે અને કમજોર બનાવી શકે છે.

સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીની સમસ્યા

ટૂવાલથી વાળને ઘસવાથી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઇ શકે છે. હવામાં નમી હોવાથી આવું કરવાથી વાળ નિર્જીવ બની શકે છે.

શું તમને વધારે ગુસ્સા આવે છે? આ સરળ ટિપ્સ તમારા ગુસ્સાને કાબૂમાં કરશે